Skip to main content

Featured

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

       વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે...

શ્રી રૂપાલા સાહેબના પ્રયાસો: દીવ્યાંગોના જીવનમાં ખુશીના નવા સંજોગો.

 

શ્રી રૂપાલા સાહેબના પ્રયાસો: દીવ્યાંગોના જીવનમાં ખુશીના નવા સંજોગો.

તારીખ 23 10 2024 ના રોજ એલીમ્કો કંપની દ્વારા ઈશ્વરીયા મુકામે અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અને સાંસદ સભ્ય શ્રીરૂપાલા સાહેબ ની મહેનતથી ગુજરાતની અંદર ભવ્યથી ભવ્ય મેગા કેમ્પ જેને કહી શકીએ તેવું પ્રથમ વાર અમરેલી જિલ્લામાં કાર્યક્રમ થયો હતો જેની અંદર 285 બેટરીવાળી ટ્રાઇસિકલ અને બીજી દિવ્યાંગોને લગતી જેમકે વિલ ચેર હાથેથી ચલાવતી શાદીટ્રાય સિકલ રૂપાલા સાહેબ ની મહેનતથી અમરેલી જિલ્લાને મળી હતી આ કાર્યક્રમની અંદર દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનનીય શ્રી રૂપાલા સાહેબનું અને સમાજ સુરક્ષા અધિકારી રવિરાજસિંહ ખેર સાહેબનું ટ્રાઇસિકલ સિમ્બોલ વાળી ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આપણા અમરેલીના ધારાસભ્ય ઉપદંડક કૌશિકભાઇ વેકરીયા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજરી આપી હતી અને દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમથી ખરા અર્થમાં દિવ્યાગો ના ઘરે દિવાળી પહેલા દિવાળી જેવો ઉત્સાહ જોવા મળ્યો.



Comments