Skip to main content

Featured

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

       વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે...

અમરેલી જિલ્લાના દુધાળા ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું.

 અમરેલી જિલ્લાના દુધાળા ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દુધાળા ખાતે ગાગડીયો નદી પર નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિમોટની સ્વીચ દબાવી ૭૦ એકરમાં નિર્મિત અને ૨૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ભારત માતા સરોવરની તકતીનું અનાવરણ કર્યું હતું.

વડાપ્રધાનશ્રી સહિતના મહાનુભાવો આ તકે પ્રદર્શનીના માધ્યમથી ગાગડીયો નદીના નવસર્જન અને જળસંચયનાં કામોથી અવગત થયા હતા. આ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત માતા સરોવર સહિતના જળસંચયના કામોનું નિરીક્ષણ પણ કર્યું હતું.








#ViksitBharatViksitGujarat

#PMinGujarat

#gujaratinformation

@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorAmreli

Comments