Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે...

Amreli: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે રૂ. ૪,૮૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

 Amreli: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે રૂ. ૪,૮૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. લાઠી-અમરેલી ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી ઉમળકાભેર આવકાર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, દુધાળા- લાઠી હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં રાજ્ય પોલીસ વડા (ડી.જી.પી) શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના અધિકારીશ્રીઓ - પદાધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.

#ViksitBharatViksitGujarat

#PMinGujarat

#gujaratinformation

@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorAmreli

Comments